Wednesday, August 13, 2014

બનાસકાંઠા જીલ્લામાં CCCનાં બોગસ સર્ટિફિકેટ ઝડપાયા




બનાસકાંઠા જીલ્લામાં CCCનાં બોગસ સર્ટિફિકેટ ઝડપાયા


- 67 શિક્ષકોનાં સીસીસીના સર્ટિફિકેટ બોગસ


- CCCનાં બોગસ સર્ટિફિકેટ બજારમાં 4થી 5 હજારમાં મળે છે

 ગુજરાત રાજ્યમાં નોકરીમાં ખાતાકીય બઢતી અને પગાર વધારા માટે સીસીસીનું સર્ટિફિકેટ ફરજીયાત હોઇ કેટલાક લુખ્ખા તત્વો તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. ગુજરાતમાં સીસીસીનાં બોગસ સર્ટિફિકેટ ઝડપાયા હોય તે કોઇ પહેલી ઘટના નથી. આજે બનાસકાંઠા જીલ્લામાં 67 શિક્ષકોનાં સીસીસીનાં બોગસ સર્ટિફિકેટ ઝડપાયા હતા. ઘટના સામે આવતા જિલ્લા પોલિટેકનિક કોલેજના આચાર્યએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં ફરિયાદ થતા શિક્ષણતંત્રમાં ભારે ખળભળાટ જોવા મળ્યો હતો.

ગુજરાત રાજ્યમાં નોકરીમાં ખાતાકીય બઢતી અને પગાર વધારો મેળવવા માટે બોગસ સીસીસી પ્રમાણપત્રો કઢાવીને પોતાના વિભાગમાં જમા કરાવવાના કૌભાંડ અગાઉ પણ ઘણીવાર આચાર્યએ અને પોલીસ અને એલસીબી પોલીસે પણ કૌભાંડીઓને ઝડપેલા છે પણ છેવટે ભીનું સંકેલાઇ જાય છે. સીસીસીના બોગસ સર્ટિફિકેટ હાલ બજારમાં 4થી 5 હજારમાં મળે છે.

ગુજરાત સરકારના હજારો કર્મચારીઓએ અત્યાર સુધીમાં સીસીસીના ડુપ્લિકેટ સર્ટિ.નો ઉપયોગ કરી ખોટા પ્રમાણપત્રના આધારે ખાતાકીય બઢતી મેળવી છે.

Visiting register

?max-results=10">Sports
');
    ?orderby=published&alt=json-in-script&callback=mythumb\"><\/script>");

Popular Posts

Featured