Sunday, December 7, 2014

તમારા એન્ડ્રોઈડ ફોનની સ્પીડ વધારો-જુઓ ટીપ્સ

 


એન્ડ્રોઈડ ફોન સમય સાથે ધીમો થતો જાય છે અને ચોટવા મંડે છે આવા પ્રશ્ર્નો ઘણી વાર થતા હોય છે. પણ તેનુ સમાધાન છે.

■ તો તેના માટે જુઓ ટીપ્સ :-

◆ 1. તમારા ફોનમાંથી બિન જરૂરી એપ્સ કે જેનો કાંઈ ઉપયોગ નથી તેને અન-ઇનસ્ટોલ કરો.

◆ 2. તમારી તમામ એપ્સને અપડેટ કરતા રહો અને જૂનાને બદલે નવા વર્ઝન જ વાપરો. તેમા થયેલ સુધારો ફોનને લોડ ઓછો કરશે.

◆ 3. કોઈ પણ પ્રકારનો એન્ટી વાઈરસ નાખશો નહીં. તે ફોનને વધુ ધીમો કરશે.

◆ 4. કોઈપણ પ્રકારના ઓટો ક્લિન એપ કે જન્ક ક્લિન એપ ના રાખો. તે તમારા ફોનની હિસ્ટરી અને cache સાફ કરશે. જેથી ફોન ફરીથી તે cache લોડ કરવામાં ધીમો થશે.

◆ 5. વારંવાર તમારા ફોનની રેમને ક્લીયર ના કરો. કેમ કે તેને ક્લીયર કરતા ફોન શરૂઆતથી રેમને લોડ કરશે.

◆ 6. પ્લે સ્ટોર સિવાય ક્યાંયથી પણ કોઈ એપ ડાઉનલોડ ના કરો. કારણ કે પ્લે સ્ટોર માં તમારા ફોન માટેના અનુકૂળ અને સેફ વર્ઝન હશે.

◆ 7. ફોનની ઈન્ટરનલ મેમોરી ફ્રી રાખો. 500 MB જેટલી જગ્યા ફોન મેમોરીમાં હોવી જોઈએ.

◆ 8. ફોન મેમોરીને બદલે સારો મેમોરી કાર્ડ ફોનમાં રાખો. તેમા ફાઈલ સેવ કરો.

◆ 9. નકામા બનતા અને ખાલી ફોલ્ડર ડિલીટ કરો.

◆ 10. ઉપયોગી ન હોય તેવી કંપનીની એપ્સ અનઈન્સટોલ નહી થાય તો તેને ડિસ-એબલ કરો. તેના માટે જાણવા ક્લીક કરો

Visiting register

?max-results=10">Sports
');
    ?orderby=published&alt=json-in-script&callback=mythumb\"><\/script>");

Popular Posts

Featured