મહેસૂલ તલાટી(રેવેન્યુ) પરીક્ષાની વિગતો
સંસ્થા નું નામ :- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GGSPM)
કુલ જગ્યાઓ :- 2440
પોસ્ટ નું નામ :- મહેસુલ તલાટી વર્ગ - 3
શૈક્ષણિક લાયકાત :- ઉમેદવાર ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એચ.એસ.સી (ધોરણ - 12) અથવા સરકાર માન્ય કરેલ તેની સમકક્ષ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ હોવા જોઇએ.
પસંદગી પ્રક્રિયા : મહેસૂલી તલાટીની જગ્યા માટેની પસંદગીયાદી (મેરીટ લીસ્ટ) લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે કરવામાં આવશે.
અરજી કરવાની રીત : ઉમેદવારે છેલ્લી તારીખ પહેલાં ઓફીસીઅલ વેબસાઈટ પર મહેસુલી તલાટી વર્ગ-3 2015-16 માટેની ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી નીચે પ્રમાણે કરવી.
1). સૌ પ્રથમ http://ojas.guj.nic.in પર જવું.
2). "Apply online" પર click કરવું.
3). "Revenue talati" ની link પર click કરવું.
4). "Apply Now" પર click કરવાથી ફોર્મ ખુલશે તેમાં ઉમેદવારે "Personal Details" ભરવી .
5). Personal Details ભરાયા બાદ "Educational Qualifications" પર click કરી ભરવી .
6). હવે સ્કેન કરેલ photo અને signature upload કરવા.
7). અરજી ફોર્મ ની અને ચલણ ની print કઢાવવી.
8). અરજી કન્ફર્મ થઇ ગયા બાદ નજીક ની પોસ્ટ ઓફીસ ખાતે રોકડમાં પરીક્ષા ફી ભરવાની રહેશે.
મહત્વની તારીખો : ઓનલાઇન નોંધણી તારીખો જલ્દી જ ઉપલબ્ધ થશે. તાજેતરની માહિતી મેળવવા માટે નિયમિત ઓફીસીઅલ વેબસાઇટ ની મુલાકાત લેવી .
ઉમેદવારે નિયમિત ઓફીસીઅલ સાઇટ્સ જોતા રહેવું.
લેખિત કસોટી (OMR): 100 ગુણ
1. ગુજરાતી ભાષા : 20 ગુણ
2. ગુજરાતી વ્યાકરણ : 15 ગુણ
3. અંકગણિત : 15 ગુણ
4. અંગ્રેજી વ્યાકરણ : 15 ગુણ
5. સામાન્ય જ્ઞાન અને બૌદ્ધિક કૌશલ્ય : 35 ગુણ
કુલ : 100 ગુણ
સમય : 60 મિનિટ
kachhua.com દ્વારા પુરી પાડવામાં આવતી સુવિધાઓ....
વિડીયો લેકચર : અહીં અમે બધા જ TALATI ના વિડીયો ઘરે બેઠા પુરા પાડીએ છીએ. આ વિડીઓ લેક્ચર્સ થી તમે ઘરે બેઠા જ કોચિંગ ક્લાસ માં ભણવાનો અનુભવ કરી શકો છો.
મટીરીયલ : TALATI ના કોર્ષમાં online મટીરીયલ આપવામાં આવે છે જેનાથી તમે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટર માં વાંચી શકો છો.
ટેસ્ટ : TALATI ના કોર્ષમાં વિવિધ ટેસ્ટ આપવામાં આવે છે જેનાથી તમે સ્વમુલ્યાંકન કરી શકો છો. આ ટેસ્ટ ના સોલ્યુશન પણ આપવામાં આવે છે. જેનાથી તમે સાચા જવાબ જાણી શકો છો.
TALATI ની online તૈયારી kachhua.com સાથે કરવા માટે નીચે ની link પર ક્લિક કરો...
TALATI ની તૈયારી કરવા માટે અહી:કલીક કરો
Talati (Only MCQ Test) માટે અહી:ક્લીક કરો