ઉમેદવારો જિલ્લા રોજગાર કચેરીમાં નામ નોંધાવી શકશે
સ્વામિ વિવેકાનંદ પુર્ણ સંરક્ષણ નિવાસી તાલીમ હેઠળ દ્વારા સરકાર દ્વારા
રાજયભરમાં સરકારી નોકરીમાં જવા ઇચ્છતા યુવાનો માટે તાલીમ કેન્દ્રો શરૂ
કરવામાં આવ્યા છે. જેમાં જે તે જિલ્લાનાં ઉમેદવાર ભાઇઓ-બહેનો જિલ્લા રોજગાર
વિનિમય કચેરી ખાતે પોતાનાં નામ નોંધાવી નિ:શુલ્ક તાલીમમાં જોડાઇ શકશે.
જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગાંધીનગર રોજગાર અધિકારનાં જણાવ્યાનુંસાર
સંરક્ષણ સેવા, પેરા મિલેટ્રી ફોર્સીસ તથા પોલીસ ફોર્સમાં જોડાવા ઇચ્છતા
યુવાનોમાં ભરતી બાદ મળતી સગવડો વિશેની અજ્ઞાનતા તથા યોગ્ય માર્ગદર્શનનાં
અભાવે જોડાતા નથી. જેના કારણે ઘણી જગ્યાઓ ખાલી રહે છે.
આ બાબતને
ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સ્વામિ વિવેકાનંદ પુર્વ સંરક્ષણ નિવાસી
તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યુ છે. ગાંધીનગર રોજગાર કચેરી દ્વારા પણ
આગામી દિવસોમાં આ પ્રકારનાં નિવાસી તાલીમ વર્ગો શરૂ થનાર છે. જેમાં જોડાવા
ઇચ્છતા ધોરણ 10 પાસ 17.50 વર્ષથી 21 વર્ષનાં તથા ધોરણ 12 પાસ 17.50થી 23
વર્ષની વયનાં ગાંધીગનર જિલ્લાનાં ઉમેદવારો શૈક્ષણીક લાયકાતનાં જરૂરી
પુરાવા તથા ફોટા સાથે ગાંધીનગર સેકટર 11માં એમ એસ બીલ્ડીંગમાં બિજા માળે
ડી બ્લોકમાં આવેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે પોતાનાં નામ નોંધાવી
શકે છે.
આ તાલીમમાં શારિરીક યોગ્યતા માટે ઉંચાઇ, વજન તથા છાતીનું
માપદંડ યોગ્ય જણાયા બાદ ફીઝીકલ ઇન્સ્ટ્રકટર દ્વારા ભરતીને અનુરૂપ તાલીમ પણ
આપવામાં આવશે. તદુંપરાત તાલીમી વ્યાખ્યાતાઓ દ્વારા અંગ્રેજી, ગણીત, વિજ્ઞાન
તથા સામાન્ય જ્ઞાનનાં વર્ગો પણ લેવામાં આવશે. ગાંધીગનર જિલ્લામાં 120
ઉમેદવારોને આ યોજનાં અંતર્ગત તાલીમ આપવામાં આવનાર છે. જેમાં ઉમેદવારને
રહેવા જમવાની સગવડ ઉપરાંત પ્રતિદીન રૂ. 100નું સ્ટાઇપેન્ડ પણ ચુકવવામાં
આવશે.