કચ્છની પાંચ તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં ૨૫૯ વિદ્યાસહાયકોને નિમણુંકના ઓર્ડરો અપાશે
આગામી ૧૫ મી ડિસેમ્બરના રોજ કચ્છ જિલ્લાની પાંચ(૫)
તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૫ માં કુલ ૨૫૯ વિદ્યાસહાયકોને ભુજ
મધ્યે યોજવામાં આવેલા સ્થળપસંદગીના કેમ્પમાં નિમણુંકના ઓર્ડરો અપાશે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બહાદુરસિંહ સોલંકીએ એક ટેલિફોનિક
મુલાકાતમાં જિલ્લા શિક્ષક સમાજના મહામંત્રી શ્રી દિનેશભાઇ શાહને માહિતી
આપતા જણાવ્યું હતું કે, તા. ૧૫-૧૨-૧૪ ના ભુજમાં યોજાનાર સ્થળપસંદગીના
કેમ્પમાં કચ્છના નખત્રાણા તાલુકામાં ૬૯, અબડાસા તાલુકામાં ૬૦, લખપત
તાલુકામાં ૫૦, માંડવી અને ભુજ તાલુકામાં ૪૦-૪૦ વિદ્યાસહાયકોને ધો ૧ થી ૫
માટે કુલ ૨૬૯ નિમણંુકના ઓર્ડરો સ્થળ પરજ આપવામાં આવશે. ધોરણ ૧ થી ૫ માં ૨૬૯
વિદ્યાસહાયકોની નવી ભરતી કચ્છના પાંચ તાલુકામાં શિક્ષકોની ઘટ મહદઅંશે દુર
થશે .