When will primary schools start?
The state government was considering starting all the primary schools in the state. His decision has now been made. In the first primary school, upper primary classes i.e. Std. 6 to 8, direct teaching work will be started on 18/02/2021. This teaching work cannot be compulsory, in which the school must first get the consent of the parents. Children will be able to come to
school for educational work only after the consent of the parents. The school will have to do online education for children whose parents have disagreed. Schools cannot be started in the content department.
Instructions for the school to keep in mind when starting schools.
1.- From 18/02/2021, offline (physical / direct) educational work will be resumed for the students of standard-6 to 8 in all the government / private and subsidized primary schools of the board. Attendance in offline (physical / direct) academic work will be voluntary for the student and for that the concerned institution will have to obtain a written consent form from the parents of the student in the attached form. For those students who are not directly involved in the physical presence in the class, the schools will have to arrange for online study as well as for the students to watch the educational programs being presented by the state government through Vande Gujarat Channel and Doordarshan DD, Girnar
2.- At this stage under primary education, only students of Std. 6 to 8 will have to be called to the school.
3.- The schools will have to arrange the number of classes keeping in view the number of students and the need as well as the complexity of the subject, so that the seating arrangements will be arranged as per the SOP / guidelines of Bharat Sakka as per social norms. In addition, the head teacher of the school / taluka primary education officer will be able to decide on the type of arrangement to be made for which subject / curriculum.
4.-It will be mandatory for students, teachers as well as all other employees to wear face mask properly. All the concerned local authorities should take adequate precautions to ensure that no infected / symptomatic student / teacher or traumatized person enters the school complex through continuous monitoring in this regard.
5.-Students or staff or any third party living in the Contentment Zone or whose family has a person infected with Corona will not be able to attend the school, if there is a school in the Vista 2 of the Contentment
Zone, the school cannot be opened.
6.-Proceedings regarding capacity building of all concerned such as headmaster, teachers, parents, students,
SMC member, etc. as indicated in the
SOP declared by the govt of india , Gujarat Educational Research and Training Council
(GCERT) and District Education and Training ) Will be a quote.
7.- All these procedures will have to be done following the SOP / guidelines announced by govt of India.
SOP
PERMISSION LETTERS
Name of guardian / parent -
Address -
Mobile number-
Date -
From, Principal,
Name of the school: -
Address:
District:
Subject: Consent to send my foster son / daughter to school for actual educational work.
Mr.,
Regarding the above subject, to state that in the present situation of
COVID-19, it has been decided by the Government to start direct educational work in the schools on the condition of compliance with the S.O.P. (Standard Operating Procedure) prescribed by the Government. My niece / son / daughter. Studying in standard in your school. I have read the details of the parent / guardian role outlined in the S.O.P. I consent to send my foster son / daughter to school for actual educational work.
S.O.P. of Sarkarshree by my pal / son / daughter. I also guarantee that the guidelines on Covid-19 will be followed. My mother / son / daughter has come to school wearing a mask as well as bringing water bottles, snacks etc. from home and not sharing it with others. If someone in my family is infected with Corona and my place of residence is in the Content Zone, I guarantee that I will not send my child to school.
Yours faithfully
(Signature)
(Name)
પ્રાથમિક શાળાઓ ક્યારે શરૂ થશે ?
રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ શરૂ કરવા ની વિચારણા રાજ્ય સરકાર કરી રહી હતી. તેનો હવે નિર્ણય આવી ગયો છે. સૌપ્રથમ પ્રાથમિક શાળામાં ઉચ્ચ પ્રાથમિક વર્ગો એટલે કે ધોરણ-6 થી8 માં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય તારીખ-18/02/2021 શરૂ કરવામાં આવશે. આ શિક્ષણકાર્ય ફરજિયાત નહિ હોઈ શકે, તેમાં શાળાએ સૌપ્રથમ વાલીની સંમતિ લેવાની રહેશે. વાલી સંમતી આપ્યા બાદ જ બાળકો શાળામાં શિક્ષણકાર્ય માટે આવી શકશે. જે પણ વાલી અસંમતિ દર્શાવી હશે તેવા બાળકો માટે શાળાએ ઓનલાઇન શિક્ષણ કાર્ય કરવાનું રહેશે. કન્ટેન્ટમેન્ટ વિભાગમાં શાળાઓ શરુ કરી શકાશે નહિ.
શાળાઓ શરૂ કરવા વખતે શાળાએ ધ્યાનમાં રાખવાની સૂચનાઓ.
1.- તારીખ.18/02/2021થી તમામ બોર્ડની સ૨કારી/ખાનગી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધો૨ણ-૬ થી ૮ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન (ભૌતિક/પ્રત્યક્ષ રીતે) શૈક્ષણિક કાર્ય ફરીથી શરૂ ક૨વામાં આવશે. ઓફલાઈન (ભૌતિક/પ્રત્યક્ષ રીતે) શૈક્ષણિક કાર્યમાં હાજરી આપવી વિદ્યાર્થી માટે સ્વૈચ્છિક રહેશે તથા તે માટે સંબંધિત સંસ્થાએ વિદ્યાર્થીના વાલીઓ પાસેથી આ સાથે સામેલ નમૂનામાં લેખિત સંમંતિપત્ર મેળવવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ વર્ગમાં ભૌતિક હાજરીથી પ્રત્યક્ષ રીતે ન જોડાય તેઓ માટે શાળાઓ દ્વારા
ONLINE અભ્યાસની વ્યવસ્થા ક૨વાની ૨હેશે તેમજ ૨ાજ્ય સ૨કા૨ દ્વા૨ા વંદે ગુજ૨ાત ચેનલ અને દૂ૨દર્શન ડી.ડી, ગિ૨ના૨ પ૨થી પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમો જોવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ક૨વાની ૨હેશે.
2.- પ્રાથમિક શિક્ષણ હેઠળ આ તબક્કે માત્ર ધોરણ-૬ થી ૮ ના જ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવાના રહેશે.
3.- વિદ્યાર્થીઓની સંખ્યા તથા વિષયની જરૂરીયાત તેમજ જટિલતા ધ્યાને લઈને શાળાઓએ વર્ગ સંખ્યા ગોઠવવાની ૨હેશે, જેથી ભા૨ત સ૨કા૨ની એસ.ઓ.પી/ માર્ગદર્શિકા પ્રમાણે બે વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ અંતર જળવાય તે મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવાની ૨હેશે. વધુમાં, કયા વિષય / અભ્યાસક્રમ માટે કયા પ્રકા૨ની વ્યવ૨સ્થા ગોઠવવાની રહેશે તે અંગેનો નિર્ણય લેવા માટે શાળાના મુખ્ય શિક્ષકશ્રી / તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સક્ષમ ૨હેશે.
4.-વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ અન્ય તમામ કર્મચારીઓ માટે યોગ્ય રીતે ફેસ માસ્ક પહે૨વું ફરજીયાત ૨હેશે. આ બાબતમાં સતત મોનીટરીંગ કરીને કોઈ પણ સંક્રમિત અથવા લક્ષણ ધરાવતા વિધાર્થી/શિક્ષક અથવા ત્રાહિત વ્યક્તિ શાળા સંકુલમાં પ્રવેશે નહિ તે અંગે સંબંધિત તમામ સ્થાનિક સત્તાધિકારીઓએ પૂરતી તકેદારી લેવાની ૨હેશે.
5.-કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા હોય તેવા અથવા જેના પરિવારમાં કોરોના સંક્રમિત કોઈ વ્યક્તિ હોય તેવા વિદ્યાર્થી કે સ્ટાફના અથવા ત્રાહિત કોઈપણ વ્યક્તિ શાળામાં હાજ૨ ૨હી શકશે નહીં, કન્ટેન્ટમેન્ટ ઝોનના વિસ્તા૨માં શાળા હોય તો તે શાળા ખોલી શકાશે નહી.
6.-ભા૨ત સ૨કા૨ની દ્વા૨ા જાહેર ક૨વામાં આવેલ
SOP માં દર્શાવ્યા મુજબ તમામ સંબંધિતો જેવા કે મુખ્ય શિક્ષક, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ, SMC સભ્ય વગેરેના કેપેસીટી બિલ્ડીંગ અંગેની કાર્યવાહી ગુજ૨ાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (
GCERT) અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (
DIET) એ ક૨વાની ૨હેશે.
7.- આ તમામ કાર્યવાહી ભા૨ત સ૨કા૨ દ્વા૨ા જાહેર ક૨વામાં આવેલ એસ.ઓ.પી/ માર્ગદર્શિકાને અનુસરીને ક૨વાની ૨હેશે.
સંમતિપત્ર
વાલી/માતા-પિતાનું નામ -
સરનામું -
મોબાઈલ નંબર-
તા -
પ્રતિ, આચાર્યશ્રી,
શાળાનું નામ :-
સરનામું:
જિલ્લો:
વિષય: મારા પાલ્ય/પુત્ર/પુત્રીને શાળામાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય માટે મોકલવા અંગે સંમતિ આપવા બાબત.
શ્રીમાન,
સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે કોવિડ-19ની હાલની પરિસ્થિતિમાં સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ
S.O.P.(સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર)નું પાલન કરવાની શરતે શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરુ કરવાનો નિર્ણય સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે. મારો પાલ્ય/પુત્ર/પુત્રી. આપની શાળામાં ધોરણ- માં અભ્યાસ કરે છે. મેં
S.O.P.માં દર્શાવેલ માતાપિતા/વાલીની ભૂમિકાની વિગતો વાંચેલ છે. મારા પાલ્ય/પુત્ર/પુત્રીને શાળામાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય માટે મોકલવાની હું સંમતિ આપું છું. મારા પાલ્ય/પુત્ર/પુત્રી દ્વારા સરકારશ્રીની S.O.P. તેમજ કોવિડ-19 અંગેની ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવશે તેની હું બાંહેધરી આપું છું. મારા પાલ્ય/પુત્ર/પુત્રી શાળામાં માસ્ક પહેરીને આવે તેમજ પાણીની બોટલ, નાસ્તો વગેરે ઘરેથી લઈને આવે અને અન્ય સાથે તેની આપ-લે ન કરે તે અંગે તેમને અમોએ સમજ આપેલ છે. મારા પરિવારમાં કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત હશે તો તેમજ મારું નિવાસ સ્થાન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતું હશે તો હું મારા પાલ્ય/પુત્ર/પુત્રીને શાળામાં નહિ મોકલું તેની ખાત્રી આપું છું.
આપનો વિશ્વાસુ
(સહી)
(નામ)