પોતાના જીવનને પાઠ્યપુસ્તકમાં સ્થાન આપવા સામે મોદીનો વિરોધ
મોદીનુ ટ્વીટઃભારતમાં ઘણા મહાપુરુષો થઈ ગયા છે,વિદ્યાર્થીઓ તેમના વિશે વાંચે
મધ્યપ્રદેશ અને ગુજરાત સરકારે મોદીના વિરોધ પછી નિર્ણય પાછો ખેંચ્યો
ઉલ્લેખનીય છે કે મોદીના જીવન સંઘર્ષને મધ્યપ્રદેશના પાઠ્ય પુસ્તકમાં સ્થાન મળવાનુ હતુ.મધ્યપ્રદેશ બાદ ગુજરાત સરકારે પણ આ જ પ્રકારની હીલચાલ શરુ કરી હતી.
પરંતુ મોદીએ આજે ટ્વીટ કરીને તેનો વિરોધ કર્યો છે.મોદીનુ કહેવુ છે કે કોઈ પણ જીવંત વ્યક્તિને પાઠ્યપુસ્તકમાં સ્થાન મળવુ જોઈએ નહી.એમ પણ ભારતમાં ઘણા મહાપુરુષો થઈ ગયા છે.પાઠ્ય પુસ્તકોમાં વિદ્યાર્થીઓ તેમના અંગે વાંચે અને જાણે તે વધારે યોગ્ચ છે.