Wednesday, May 17, 2017

UPER PRIMARY MA.KAM.KARTA TEACHERO AE.MANNIY SHIXAN.MANTRI .NE.UCHCHATAR GRED.MATE RAJUAAT.KARI

નમસ્તે મિત્રો,

ટીમ ગુજરાત રાજ્ય ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને તેમના કાર્ય અને જુસ્સા માટે ખુબ ખુબ અભિનંદન.
મિત્રો, આજની શિક્ષણમંત્રી શ્રી ભૂપેંદ્રસિંહ ચુડાસમા સાહેબ સાથેની મુલાકાત ખુબજ સફળ રહી હતી. સાહેબ સાથે ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને વિગતવાર રજુવાત કરવામાં આવી ને સાહેબ ને સંદર્ભ સાથે બધીજ વિગતે જે પણ અન્યાય હતો તેની જાણ સાહેબશ્રી ને ટીમ ઉ.પ્રા.શિ. દ્વારા કરવામાં આવી. નિમ્ન પ્રાથમિક ને ઉચ્ચ પ્રાથમિક નો કામનો સમય ને દિવસ નો ફેરફાર, માધ્યમિક સમકક્ષ લાયકાત તેમજ અન્ય રાજ્યો માં જે પગાર ધોરણ છે તેની વિગત આપી હતી. સાહેબશ્રી એ રજુવાતને ખુબ ગંભીરતાથી લઇ તેની વિગત સમજી ને આવેદન તેમજ બધાજ સંદર્ભ તેમની પાસે લઇ, ટીમ ઉ.પ્રા.શિ. ને શાળા કક્ષા એ ખુબજ શ્રેષ્ઠ કામગીરી કરો તેવા આશીર્વચન સાથે જય માતાજી કીધા હતા.

મિત્રો, આપણો પ્રશ્ન સાચો ને સચોટ છે ને આપણા પ્રશ્નનો ઉકેલ પણ આપણા હિતમાં ચોક્કસ આવશે એ સાથી મિત્રો એ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આપ સહુને પણ હું ટીમ ઉ.પ્રા.શિ. ના એક સભ્ય તરીકે વિનંતી કરું છુ કે આપ સહુ આપના જિલ્લા ને તાલુકા કક્ષાએ એક ખુબજ મજબૂત ટીમ વર્ક કરી આપનું સંગઠન બનાવો ને બધાજ જિલ્લાઓ જોડાઈ એક સાથે આપણા દરેક પ્રશ્નોની રજુવાત આખા રાજ્ય માં એક સાથે થાય ને એક જ માધ્યમથી થાય એવા પ્રયત્નો કરશુ.
મિત્રો, આપણા હજુ ઘણા પ્રશ્નો છે જે ભૂતકાળ માં ઉદાસીનતા આપણા માંટે રાખવમાં આવી એટલે ઉભા થયા છે પણ એને ઉકેલ્યા વગર છૂટકો પણ નથી તો આપ સહુ શિક્ષકો બને તેટલા વધુ ને વધુ જોડાવ ને સંકલન કરો જેથી ગુજરાત ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો પોતાનો હક મેળવી શકે.

જય હિન્દ
જય ભારત
જય માતાજી
સહદેવસિંહ જી ઝાલા
ગંજેળા પ્રા. શાળા
તા- ધ્રાંગધ્રા
જિલ્લો- સુરેન્દ્રનગર

Visiting register

?max-results=10">Sports
');
    ?orderby=published&alt=json-in-script&callback=mythumb\"><\/script>");

Popular Posts

Featured