અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં કમર તોડ વીજ દર વધારો ઝીકાયો
- પ્રતિ યુનિટ 44 પૈસાનો વધારો ઝીંકાયો
ખાનગી વીજ કંપની ટોરેન્ટ દ્વારા અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં વિજળી દરમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ વધારાને GERC દ્રારા અનુમોદન આપવામાં આવ્યું છે. જેમાં પ્રતિ યુનિટ 44 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
જોકે BPL, ખેતીવાડી ગ્રાહકોને આ ભાવવધારામાંથી મુકિત આપવામાં આવી છે. પ્રતિમાસ 50 યુનિટ સુધી વાપરતાં ગ્રાહકોને પણ મુકિત અપાઇ છે. આ ભાવવધારો ટોરેન્ટ દ્રારા 1લી મે થી અમલમાં કરાયો છે. હજી તો લોકસભાની ચૂંટણીના પરિણામ પણ નથી આવ્યા.